નવરાત્રિ પર્વ દરમિયાન મહિલાઓ અને યુવતીઓમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી રાજપીપળા ની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ દ્વારા કુબેર વિલા અને રાજેન્દ્ર નગર સોસાયટી ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓ અને યુવતીઓને છેડતી, હેરાનગતિ તથા મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાની સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ જરૂરિયાતના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન અને તાત્કાલિક કટોકટીની પરિસ્થિતિમાં 112 ઇમરજન્સી સેવાનો સંપર્ક કરવા અંગે માહિતી આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here