Home Breaking News ઝઘડીયામાં પ્રેમ સબંધમાં લગ્નની ના પાડતા થયેલ હત્યાના બે આરોપી ઝડપાયા

ઝઘડીયામાં પ્રેમ સબંધમાં લગ્નની ના પાડતા થયેલ હત્યાના બે આરોપી ઝડપાયા

0
ઝઘડીયામાં પ્રેમ સબંધમાં લગ્નની ના પાડતા થયેલ હત્યાના બે આરોપી ઝડપાયા

ગત તા- ૦૭/૦૧/૨૦૨૫ ના રોજ સાંજના સમયે અનિલભાઇ નટવરભાઇ વસાવા રહે, નવી નગરી ઝઘડીયાના બાઇક લઇ ઝઘડીયા બજારમાં શાકભાજી લેવા ગયેલ તે ઘરે પરત આવેલ ના હોય તેને કોઇ અજાણ્યા
આરોપીએ કોઇ કારણસર કુંવરપુરા ગામની સીમમાં ગળુ દબાવી મુઢ માર મારી હત્યા કરેલ હોય જે
બાબતે મરણ જનારના પિતા નટવરભાઇ ભીખાભાઇ વસાવા રહે, ઝઘડીયા નવી નગરી તા-
ઝઘડીયા જી- ભરૂચએ ઝઘડીયા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપી હતી.
ઉપરોકત હત્યાના આ બનાવની ગંભીરતા જાણી ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ખુનના ગુનામાં સંડોવાયેલ આરોપી પકડી પાડી વહેલી તકે વણશોધાયેલ ખુનનો
ગુનો શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ આપી હતી.
જે અંનુસંધાને ઝઘડીયા ડીવીઝનના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક
ડો.એ.જે.સિસારાએ ઝઘડીયા પોલીસ સ્ટેશન તેમજ એલ.સી.બી ભરૂચના
અધિકારી/કર્મચારી નાઓની અલગ-અલગ ટીમો બનાવી તેમજ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી
જરૂરી માર્ગદર્શન આપી ભરૂચ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળા તેમજ
ઝઘડીયા પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એન.આર.ચૌધરીએ ટીમો સાથે સ્થળ વીઝીટ કરી
ગુનાવાળી જગ્યાના આસપાસના સી.સી.ટીવી ફુટેજ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજંસથી
અલગ અલગ થીયરીના આધારે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી.
આ તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસ ટીમને બાતમી મળેલ કે, કુંવરપુરા ગામની સીમમાં
થયેલ હત્યાના ગુનામાં ઝઘડીયા નવી નગરી ખાતે રહેતો આકાશભાઇ અશોકભાઇ વસાવા તથા રાજપારડી નવી નગરી ખાતે રહેતો સંદીપભાઇ સુરેશભાઇ વસાવાનાઓ સંડોવાયેલ છે.
જે બાતમી આધારે બન્નેવ ઇસમોને ઝડપી પાડી તેઓને ઝઘડીયા પોલીસ સ્ટેશન ખાતે લઇ આવી આ
બાબતે ઝીણવટપુર્વક પુછપરછ કરતા બંન્નેવઆરોપી ભાંગી પડેલ અને તેઓ બન્નેએ
કબુલાત કરી હતી, જેમાં આરોપી આકાશ અશોક વસાવાએ જણાવેલ કે, અમારી નવી નગરીમાં રહેતો મારો
ખાસ મિત્ર અનિલ નટવરભાઇ વસાવાને મારી કૌટુંબિક બહેન સાથે પ્રેમ સંબંધ હોય અને તે મારી
બહેન સાથે લગ્ન કરવા તૈયાર ના હોય જેથી મે મારા મિત્ર સંદીપભાઇ સુરેશભાઇ વસાવાને આ
બાબતની જાણ કરી મે આ અનિલ વસાવાને ફોન કરી કુંવરપુરા ગામની સીમમાં ખેતરમાં બોલાવી
હું તથા મારો મિત્ર સંદીપભાઇ વસાવાએ આ અનિલ વસાવાને મુઢ માર મારી ગળું દબાવી હત્યા
કરેલ હોવાની હકીકત જણાવેલ જેથી બન્નેવ આરોપીઓને ખુનના ગુનાના કામે અટક કરી ઝઘડીયા
પો.સ્ટે. ખાતે સોંપવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ ઝઘડીયા પોલીસ ચલાવી રહી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!