અંક્લેશ્વર શહેર બી ડીવીઝ્ન પોલીસે નર્સિંગના કોર્ષના ઓથા હેઠળ ખોટા દસ્તાવેજો નો ઉયોગ કરી વિવિધ વિદ્યાર્થીઓ સાથે છેતરપીંડી કરી હોવાની પોલીસ ફરીયાદ નોંધાવા પામતા પોલીસે એક્ષનમાં આવી છેતરપીંડી કરનાર મહિલાની અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ ટીમે આ ઘટનામાં આરોપી ચેતનાબેન ઉફે સોનું નામદેવરાવ શંકરરાવ નવગીરેની અટકાય કરી છે.આ આરોપી ચેતનાબેન દ્વારા ફરીયાદી તથા ફરીયાદી સાથેની અન્ય વિદ્યાર્થીનીઓ પાસેથી ફી તથા જેની સ્કોલરશીપ આવી ગઇ હોય તેના રૂપિયા ઉપડાવી લઇ પોતાની પાસે લઇને કોર્ષ પુરો નહીં કરાવી તથા ફરીયાદીને કોઇ સર્ટીફીકેટ કે માર્કશીટ નહી આપી ફરીયાદી તથા ફરીયાદી સાથેના વિદ્યાર્થીનીઓ ઘોરણ ૧૦ તથા ૧૨ ની અસલ માર્કશીટ તથા સ્કુલ છોડયા અંગેની અસલ સર્ટી, બેંક પાસબુક તેમજ ત્રણ કોરા સહીવાળા ચેક તેઓની પાસે જ જમા રાખી ફરીયાદી તથા ફરીયાદી સાથેની અન્ય વિદ્યાર્થીનીઓ સાથે ઠગાઈ કરી હતી.
આરોપી ચેતનાબેને એંજલ કોમ્યુનિટી કોલેજના નામનો નર્સિંગની પ્રત્યક્ષ તાલીમ માટેનો ખોટો દસ્તાવેજ બનાવી તથા દસ્તાવેજ ખોટો હોવાનુ જાણવા છતાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી ફરીયાદી તથા સાહેદો સાથે છેતરપીંડી કરી ગુનો કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે આરોપી ને ઝડપી પાડી કાયદેસર કરવા સાથે અન્ય વિદ્યાર્થીનીઓ કે જેણે નર્મદા પેરામેડિકલ નર્સિંગ કલાસીસ સીગ્નેચર કોમ્પ્લેક્ષ અંકલેશ્વરમાં એડમીશન લીધેલ હોય તેમને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સંપર્ક કરવા તાકિદ કરી છે.