Home Breaking News અમદાવાદમાં નાચગાન સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં નાચગાન સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

0
અમદાવાદમાં નાચગાન સાથે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ

અમદાવાદમાં આજથી આંતરરાષ્ટ્રીય પતંગોત્ત્સવનો પ્રારંભ થયો છે. 47 દેશના પતંગબાજોએ પતંગોત્ત્સવમાં ભાગ લીધો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજથી 14 જાન્યુઆરી સુધી પતંગોત્ત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં શરૂ થયેલા આંતરરાષ્ટ્રીય પતંગમહોત્ત્સવમાં 47 દેશના 143 પતંગબાજો ભાગ લેશે જ્યારે ગુજરાતના 417 પતંગ રસિયા પણ જોડાયા છે.દેશના 11 રાજ્યમાંથી 52 પતંગ રસિયાઓએ પણ ભાગ લીધો છે. કેનેડા, ફ્રાન્સ,ઇજિપ્ત, જર્મની, બેલારૂસ, કોલંબિયા, બ્રાઝિલ, ઇઝરાયેલ, બાલીમાંથી પણ પતંગબાજો આવ્યા છે.પતંગ મહોત્ત્સવમાં અલગ અલગ પ્રકારના પતંગે આકર્ષણ જમાવ્યું છે. સુરતના પતંગ બાદ નગર દેવી ભદ્રકાળી અને HMPV વાયરસને લઇને પણ પતંગ તૈયાર કરવામાં આવ્યો છે. વાયરસ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે તેમજ નગર દેવી લોકોને વાયરસથી બચાવે તે હેતુથી આ પતંગને તૈયાર કરવામાં આવ્યો છે.
આ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દર વર્ષે દેશ અને દુનિયાના એમ્બેસેડર્સ આ પતંગ મહોત્સવ જોવા ગુજરાત આવે છે. આ વર્ષે કુલ 11 જેટલા દેશોના એમ્બેસેડર ગુજરાત આવ્યા છે. ગુજરાતીઓના પતંગ પ્રેમને કારણે સૌથી વધુ પતંગો બનાવનારા રાજ્ય તરીકે વિશ્વમાં ગુજરાતને ઓળખ મળી છે. અમદાવાદ, નડિયાદ, ખંભાત તેમજ સુરત કાઈટ મેન્યુફેક્ચરીંગના હબ બન્યા છે. એટલું જ નહિ, આજે દેશના પતંગ માર્કેટમાં 65 ટકા હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતમાંથી દર વર્ષે પતંગો અમેરિકા, યુ.કે., કેનેડા જેવા દેશોમાં એકસપોર્ટ પણ થાય છે.આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના ઉદ્ઘાટન પ્રસંગે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ઋષિકુમારો દ્વારા આદિત્ય સ્તુતિ વંદના પાઠ થશે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પતંગબાજો દ્વારા પરેડ પણ આયોજીત કરવામાં આવી છે. આ ઉપરાંત નાઈટ કાઈટ ફાઇલિંગ, સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ, પતંગ વર્કશોપ, હેન્ડીક્રાફ્ટ સ્ટોલ, રિફ્રેશમેન્ટ સ્ટોલ પણ મુલાકાતીઓ માટે રાખવામાં આવ્યા છે. લોકો માટે આંતરરાષ્ટ્રીય પ્રસંગ મહોત્સવમાં કોઈ પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!