ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા મળી છે. જેમાં ભરૂચની પાલેજ પોલીસે નશાકારક કફ સીરપનું ગેરકાયદેસર વેચાણ કરતા ૨ આરોપીઓની ધરપકડ કરી તેમની પાસેથી રૂપિયા 75000 હજારથી વધુની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
ભરૂચ પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન ભરૂચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેના આધારે પાલેજ પોલીસને મહત્વની સફળતા હાંસલ થઈ છે. પાલેજ પોલીસના સૂત્રોને માહિતી મળી હતી કે પાલેજના જહાંગીર પાર્કમાં કેટલાક ઈસમો ગેરકાયદેસર કફ સીરપનું વેચાણ કરી રહ્યા છે. જેના આધારે પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડા પાડ્યા હતા જ્યાં પોલીસને મકાન અને દુકાનમાંથી નશાકારક કફ સીરપની 510 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે આ મામલામાં જહાંગીર પાર્કમાં રહેતા રિઝવાન પટેલ અને સુરતના વેર રોડ પર રહેતા ભાવેશ ખીજડીયાની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે રૂપિયા 75,990નો મુદ્દામાલ કબજે કર્યો છે અને આ કફ શિરપ તેઓ ક્યાંથી લાવ્યા હતા તે સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.