પાલેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળેલ કે ટંકારીયા ગામે બાબરીયા કોલોનીમાં રહેતો અલ્તાફ યુનુસ બાબરીયા નો એક બંધ બંગલાની પાછળનાં ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જંગલી બાવળોની ઝાળીની ઓથમાં ગૌ- વંશ જેવા પશુનુ કટીંગ કરે છે. જેથી પાલેજ પોલીસ દ્વારા તાત્કાલિક બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી ૨ આરોપીઓને માસ સાથે ઝડપી પાડયા હતા.જયારે અન્ય ૧ વોન્ટેડ આરોપીને તપાસ દરમ્યાન પકડી પાડ્યો હતો.
પોલીસે આ આરોપીઓ પાસે માંસ કટીંગ કરવાના સાધનો ઇલેક્ટ્રીક વજન કાંટો સહીત તથા આરોપી અલ્તાફ યુનુસ બાબરીયા ઉ.વ.૩૬ રહેવાસી-ટંકારીયા ગામ બાબરીયા કોલોની તા.જી.ભરૂચ, જાવીદ ઈસ્માઈલ ઝીણા રહેવાસી- ટંકારીયા ગામ નવીનગરી તા.જી.ભરૂચ, ઈકબાલ વલી બાબીયેટ રહેવાસી ટંકારીયા ગામ નવીનગરી તા.જી.ભરૂચની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા, મોબાઇલ મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૨૫,૮૭૦/- નો કબ્જે કરી વધુ ૧ આરોપીને વૉન્ટેડ જાહેર કરી કાયદેસર કાર્યવાહી કરી ઇન્ડીયન પીનલ કોડ તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ ૨૦૧૭ તેમજ પશુ ઘાતકીપણા અધિનિયમની સંલગ્ન કલમો ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે.
આ ગુનામાં આરોપીઓ દ્વારા ગૌ-વંશ વાહતુક કરવામાં ઉપયોગમાં લેવાતા વ્હીકલો જેમાં આરોપી અલ્તાફનુ એક્ટીવા મોપેડ નંબર GJ 16 PK 2917 તથા આરોપી જાવીદની ઇક્કો ફોરવ્હીલ ગાડી નંબર GJ 16 CS 2153 તેમજ આરોપી ઇકબાલની હીરો હોન્ડા પેશન પ્રો.બાઇક નં. GJ 16 AR 3259 ને કબ્જે લેવા તજવીજ ચાલુ છે અને વોન્ટેડ આરોપી ઈમરાન હક્કો ઉંમટા રહેવાસી- ટંકારીયા ગામ સુથાર સ્ટ્રીટ તા.જી.ભરૂચને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે.