“મન મૈત્રી સેવા ફાઉન્ડેશન”, ભરૂચ ના સ્થાપક ટ્રસ્ટી જયેશ પરીખ તથા હિનાબેન જયેશભાઈ પરીખ દ્વારા અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગો ની દિકરીઓ માટે દાતા સૂર્યપ્રકાશભાઈ સેજવાણીના શિવમ એમ્પોરીયમના ૪૧ વર્ષ પૂર્ણ થયા ની ખુશીનાં અવસરે તેમના દ્વારા વસ્ત્ર દાન કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

તેમાં મન મૈત્રી સેવા ફાઉન્ડેશન અબોલ જીવો માટે કાર્ય કરી રહેલ સંસ્થા તરફથી સંસ્થાનાં માનદ સભ્યો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. કુલ 110 ગુરુકુલમ ની દિકરીઓ ને વસ્ત્ર  દાન કરવામાં આવ્યું હતું તથા મનો દિવ્યાંગ બાળકો ને કલર ક્રાફટ માટેની બુક નું વિતરણ કર્યું હતું.

જયેશભાઈ પરીખ તથા દાતા સૂર્યપ્રકાશભાઈ એ સંસ્થાનાં કાર્યોને બિરદાવ્યા હતા. અસ્મિતા સંસ્થાનાં સેક્રેટરી પ્રણવભાઈ ભટ્ટએ સંસ્થાનાં કાર્યો ની માહિતી આપી હતી. “મન મૈત્રી સેવા”સંસ્થા ને તેના કાર્યો બદલ શુભેચ્છાઓ પાઠવી હતી. તથા સૂર્યપ્રકાશભાઈ ને  પણ તેમના શો રૂમ ને સફળતા પૂર્વક 41 વર્ષ પૂર્ણ કરતા અભિનંદન આપ્યા હતા અને આભાર વ્યક્ત કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here