અંકલેશ્વર-ભરૂચને જોડતા માર્ગમાં ભરૂચની આંગડિયા પેઢીમાંથી 45 લાખ રૂપિયા લઇને જતા ચાર લૂંટારું ભૂત મામાની ડેરી નજીક આતરીને ચપ્પુ બતાવી આંખોમાં મરચાની ભૂકી નાખી 45 લાખની લૂંટ ચલાવી પલાયન થઈ જતા ચકચાર મચી ગઇ હતી.
આ ઘટનામાં ભરત મણિલાલ નામનો ઈસમ એક્ટિવા મોપેડ ગાડી લઈને ભરૂચના ચકલા વિસ્તારમાં આવેલી આંગણીયા પેઢીમાંથી ૪૫ લાખ રૂપિયા લઇને ગાડીની ડીકીમાં મૂકીને અંકલેશ્વર તરફ જવા માટે નીકળ્યા હતાં. આ સમયે તેમની પાછળ બે બાઈક ઉપર આવેલા ૪ ઈસમોએ તેમને આંતરીને ચપ્પુ બતાવી રોકી આંખોમાં મરચાની ભુક્કી નાખીને ડીકીમાં મુકેલા રૂપિયા ૪૫ લાખની લૂંટ ચલાવીને પાલયન થઈ ગયા હતાં.
આ બનાવની જાણ પોલીસ મથકે કરવામાં આવતા અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈ સહિત LCB,SOG અને શહેર પોલીસ મથકનો કાફલો તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવ્યો હતો. લૂંટનો ભોગ બનેલા આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલને ભરૂચમાં આંગડિયા પેઢીથી રૂપિયા લઇ કેવી રીતે ઘટના ઘટી છે. તેનું રિહર્સલ પણ કર્યું હતું અને મીડિયાના નિવેદનમાં પણ આંગડિયા પેઢીના કર્મચારી ભરત પટેલના અલગ અલગ નિવેદનના કારણે સમગ્ર લૂંટની ઘટના પણ શંકાના ડાયરામાં રહી છે.આ મામલે પોલીસે ફરિયાદી બનેલ આંગડીયા કર્મીની સઘના પૂછતાછ કરતા આખરે તેણેજ આ તરકટ રચ્યું હોવાનું અને રૂપિયા ઘટના સ્થળ નજીક માંજ જમીનમાં ખાડો ખોદી રૂપિયા પોતે જ દાટીયા હોવાનું કબુલતા પોલીસે તેને સાથે રાખી રૂપિયા ૪૫ લાક રિકવર કર્યા હતા અને ફરીયાદી બેનેલ ભરત મણિલાલને અટક કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.