ઝઘડિયા તાલુકાના ઉમલ્લાના જુના ફળિયામાં રહેતા સતિષ વસાવાની માતા સીમા તેના ફળિયામાંથી પસાર થતી હતી તે સમયે પાણેથા તરફ જતી એક ટ્રકના ચાલકે તેને ટકકર મારી હતી.
આ ઘટનામાં મહિલાને ટકકર માર્યા બાદ બેકાબુ બનેલી ટ્રક રોડની બાજુમાં આવેલા ખોડીયા વસાવાના રહેણાંક મકાનની દિવાલ સાથે અથડાતાં દિવાલ પણ તુટી ગઇ હતી. અચાનક દિવાલ તુટતા ઇજાગ્રસ્ત બનેલ સીમાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમલ્લાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં જ્યાં હાજર તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે.
મહિલાના મોતના પગલે ગ્રામજનોમાં ઓવરલોડ રેતી ભરી બેફામ દોડતી ટ્રકો સામે આક્રોશ ફેલાવા સાથે આવા તત્વો સામે કડક પગલા ભાય તેવી માંગ ઉઠવા પામી છે.