
વાગરા તાલુકાના વોરા સમની ગામે અપક્ષમાંથી ઉમેદવારી કરનાર યુવાન સહિત બે જણા પર ત્રણ શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયાં હતાં.
વાગરા તાલુકામાં આવેલાં વોરા સમની ગામે નુરમહમદ સોસાયટીમાં રહેતાં રૂસ્તમ અહમદ મોઘીના ખાસ મિત્ર ઇકબાલ મોહમદ ભોમલીએ વિધાનસભાની ચૂંટણીમાં વાગરા સીટ પર અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી. દરમિયનમાં ગઇકાલે તેઓ ગામની જૂમ્મા મસ્જીદમાંથી નમાજ પઢીને ભીલવાડા ખાતે ગયાં હતાં. તે વેળાં ગામના ગામના જહીર ગુલામ આદમ મુસા, ઐયુબ આદમ મુસા તેમજ બાબુ રૂસ્તમ બદરેઆલમ નામના શખ્સો તેમની પાસે આવ્યાં હતાં. તેમણે તમે અહીં કેમ આવ્યાં છો કહીં તેમને અપશબ્દો ઉચ્ચાર્યાં હતાં. તેમજ તેમને માર મારતાં તેમણે અમોને કેમ મારો છો તે પુછવા છતાં તેઓએ તેમને મારવાનું જારી રાખ્યું હતું. જોકે, આસપાસના લોકોએ તેમને છોડાવતાં બન્નેને ઇજાઓ થઇ હોય નજીકના આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.