
નર્મદાની નાંદોદ બેઠક પર ભાજપે ડૉ.દર્શના દેશમુખને ટિકિટ આપતા વિરોધ નાં સુર રેલાયા છે, 148 નાંદોદ વિધાનસભા માં ભાજપ ના કાર્યકરો દ્વારા વિરોધ આદિવાસી મોરચાના પ્રદેશ પ્રમુખ હર્ષદ વસાવા ના સમર્થનમાં આવ્યા.
નાંદોદ વિધાનસભા ના કાર્યકરો 148 નાંદોદ વિધાનસભાના ઉમેદવાર તરીકે ડૉ.દર્શના દેશમુખ નું નામ જાહેર કરવામાં આવ્યું છે. જેના કારણે નાંદોદ તાલુકાના કાર્યકરો માં વિરોધ જોવા મળી રહ્યો છે, નાંદોદ ભાજપના કાર્યકર્તાઓએ એકઠા થઇ આ ઉમેદવાર નો વિરોધ કરી હર્ષદ વસાવા ને અપક્ષ ઉમેદવારી કરવા આગ્રહ કરાયો. આ માટે કાર્યકર્તાઓ ફંડ પણ ઉઘરાવશે. તેમજ હર્ષદ વસાવા ભાજપ નાં તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપે તેવી પણ શક્યતાઓ વર્તાય રહી છે, તેમજ અપક્ષ માંથી ઉમેદવારી કરશે એવી કાર્યકરોની માંગ ઉઠવા પામી છે.
હર્ષદ વસાવાના સમર્થન માં ભાજપ ના હજારો કાર્યકર્તાઓ રાજીનામાં આપશે. સાંજ સુધી ભાજપ સંગઠન યોગ્ય નિર્ણય નહિ કરે તો મોટી સંખ્યામાં ભાજપ ના કાર્યકરો તમામ હોદ્દા પરથી રાજીનામું આપશે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન,દેડીયાપાડા