ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં પંચાયત સેવાના આરોગ્ય કર્મીઓ, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરને 2800 તેમજ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તેમજ ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને પ્રથમ તબક્કે 42 ગ્રેડ પેડ આપવા તેમજ ઉચ્ચતર પગારધોરણ સમયાંતરે લાગુ પડાવા, કેડરોની જગ્યા અપગ્રેડ કરવા, કોરોના વોરિયર્સ તરીકેનું માસિક ભથ્થુ આપવા ઉપરાંત કર્મચારીઓના પીટીએ ના નિયમમાં બદલાવ સહિતનો મુદ્દાઓ સાથે હડતાળ પર ઉતર્યા હતાં.
275 આરોગ્ય કર્મી પગાર ગ્રેડ માં વધારો કોવિડકાળમાં રજાના દિવસોમાં કરેલી કામગીરીનું વેતન ચુકવવા સહિતના મુદ્દાઓ સાથે કર્મીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ત્યારે આરોગ્ય કર્મીઓની હડતાળના કારણે ગ્રામ્યકક્ષાએ લોકોને હાલાકીનો સામનો કરવો પડશે. ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તહેવારોના ટાણે જ આરોગ્ય કર્મી હડતાળ પર ઉતર્યા છે.ઉપરાંત જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદન આપી જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલું રહેશે તેવી ચીમકી આપી હતી.