
આજે સવારે 11 વાગ્યાની આસપાસ નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગર માં રહેતી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર મોત ની છલાંગ લગાવી હતી.જો કે આ યુવતીને નદીમાં કુદતા રાહદારીઓ ની નજરે પડતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેના પગલે તુરંત જ ધર્મેશ સોલંકી દ્વારા સ્થાનિક નાવિકો નો સંપર્ક કરી માહિતી આપી હતી કે એક યુવતી એ નર્મદા મૈયા બ્રિજ પરથી ભૂસકો માર્યો છે તમે તાત્કાલિક નાવડી લઈ નદી માં જાવ તેમ કહેતા જ બે નવડીવાળા ત્યાં પહોંચી જતા, યુવતી ને નદી માં તરતી હાલત માં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી.
જો કે જીવનથી હતાશ આ યુવતી એ નાવડી માંથી ફરીથી મોત ની છલાંગ લગાવી હતી. પરંતુ સદનસીબે નાવીકો દ્વારા ફરી તેણી ને બચાવી લેવા માં આવેલ અને તેને કિનારે લઈ આવેલ. આ ઘતનાની ગંભીરતા સમજી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી પણ ઘટના સ્થળે તુરંત દોડી ગયા હતા અને તેમણે 108 એમ્બ્યુલન્સ સેવા ને જાણ કરી બોલાવી હતી. 108 એમ્બ્યુલન્સ સેવા દ્વારા યુવતી ની પ્રાથમિક સારવાર બાદ હાલમાંત આ યુવતીને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે વારંવાર વધતા જતા મોતના કિસ્સા અને વારંવારની રજૂઆતો છતાં નીંદ્રાધિન તંત્ર દ્વારા બ્રીજ ઉપર નેટ લગાવાતી ના હોય જેના પગલે મોતની છલાંગ લગાવી આત્મહત્યા કરવાના બનાવો વધતા જોવા મળ્યા છે,ભગવાન ક્યારે તંત્ર ને સદબુદ્ધિ આપશે હજી કેટલા જીવ જવાની રાહ જોશે અને નેટ ક્યારે લગાવશે એ સમજાતું નથી!