
- નયન કાયસ્થ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં તથા હાલોલ રૂરલ પો.સ્ટે.ના મારામારીના ગુનામાં હતો વોન્ટેડ
ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી વોન્ટેડ કુખ્યાત આરોપીઓને પકડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચનાઓના આધારે એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન મુજબ સુચનાઓ અન્વયે ભરૂચ જીલ્લામાં ઘણા સમયથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ તથા જીલ્લાની અન્ય બ્રાંચ/પો.સ્ટે.ના અધિકારી/કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.
દરમ્યાન પો.સ.ઇ. વાય.જી.ગઢવીને હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી હકિકત મળેલ કે ભરૂચ જીલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનાઓમાં તથા પંચમહાલ જીલ્લાના હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના શરીરસંબંધી ગુનામાં વોન્ટેડ આરોપી નયન ઉર્ફે બોબડો કાયસ્થ મુળ રહેવાસી-દાંડીયાબજાર સ્વામીનારાયણ મંદીર સામે ભરૂચ, હાલ રહેવાસી.મકાન નંબર -46 રવિપુજન સોસાયટી સ્વામીનારાયણ મંદીર સામે ઝાડેશ્વર ચોકડી પાસે, ભરૂચ જે નવસારી જીલ્લાના ગણદેવીમાં રોકાયેલ છે.
જે માહીતી આધારે ગઇ કાલે તાત્કાલિક ટીમને ગણદેવી ખાતે મોકલી આપેલ અને તપાસમાં ગયેલ ટીમે કુખ્યાત વોન્ટેડ આરોપી નયન કાયસ્થને ગણદેવી પો.સ્ટે.વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સ્ટે.માં સોંપ્યો હતો.