
ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.ની અલગ અલગ ટીમ દ્વારા પ્રોહી / જુગાર સફળ કેસો શોધવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન એક ટીમ પાલેજ પો.સ્ટે વિસ્તારમાં ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ મા હતી.
દરમ્યાન ખાનગી રાહે માહીતી મળેલ કે “ ભરૂચ તાલુકાના કિશનાડ ગામ ખાતે નર્મદા કેનાલ પર આવેલ ઇશાકભાઇ મુસાભાઇ પટેલ રહે જોલવાગામ જી ભરૂચ નાઓ પોતાના ફાર્મ ના મકાનમાં બંધ દરવાજે કેટલાક ઈસમો મુબારકભાઇ ઇસ્માઇલભાઇ પટેલ ઉ.વ ૫૧ રહે ટંકારીયાગામ મોટુ ફળીયુ તા.જી.ભરૂચ, યુનુસખાન એહમદખાન પઠાણ ઉ.વ ૬૧ રહે કતપોરા બજાર ધોબીવાડ પાસે ભરૂચ તા.જી.ભરૂચ, ઇકબાલભાઇ અબ્દુલભાઇ વલી ઉવ. ૫૬ રહે શરનાડગામ નવીનગરી તા. જી ભરૂચ, ઇલ્યાસ હશનભાઇ સૈયદ ઉવ. ૩૮ રહે નવીનગરી પાલેજગામ તા. જી ભરૂચ, ઇમ્તીયાઝ હુશેનમીયા સૈયદ ઉવ. ૬૦ રહે મેહદેવ્યા એપાર્ટમેંટ ડભોઇયાવાડ તા.જી. ભરૂચ, અશોકભાઇ મીઠાભાઇ પરમાર ઉવ. ૪૮ રહે પરમાર ફળીયુ જોલવાગામ તા. વાગરા જી ભરૂચ,
મરકનભાઇ લક્ષ્મણભાઇ પટેલ ઉવ. ૩૮ રહે સુથીયાપુરા દાંડીયાબજાર ભરૂચ તા. જી ભરૂચને ભેગા કરી પોતે રમવા આવેલ ઇસમો પાસેથી રોકડા રૂપીયા લઈ જેના બદલામાં પ્લાસ્ટીક ના અલગ અલગ દરના કોઇન આપી ગેરકાયદેસર ગંજીફાના પત્તાપાના પૈસા વડે (કોઇન દ્વારા) હારજીતનો જુગાર રમી રમાડે છે.” જે માહીતી આધારે ફાર્મ પર રેઈડ કરતા કુલ ૦૮ ઇસમો પકડી પાડી કબજામાંના રોકડા રૂપીયા ૬૧૫૪૧૦/- તથા સાધનો તથા કોઇન મળી કુલ કિ રૂ ૧,૬૬,૪૭૦/- નો મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા ની સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાલેજ પો.સ્ટે ખાતે સોપવામાં આવેલ છે.