- પ્રેમી-પ્રેમિકા મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતા.
- યુવકે નદીમાં કૂદકો મારતાં જ પ્રેમિકાએ બચાવો બચાવોની બૂમો પાડી
અંકલેશ્વરના કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ પ્રજાપતિ રહેતો હતો. પુષ્પરાજને બે મહિના પહેલાં જ MPની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો, જેથી એ યુવતી તેનાં માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેવા આવી ગઈ હતી. જોકે બંને કોઈ અણગમ્ય કારણસર ગતરાત્રિના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવવા પહોંચ્યાં હતાં. આ સમય દરમિયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકાની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
આ સમયે પ્રેમીને નર્મદામાં ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી યુવતીએ જોર જોરથી બચાવો બચાવોની બૂમો પાડવા લાગી હતી. યુવતીનું જોરજોરથી અવાજ સાંભળી આ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા લોકો એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે આવી પહોંચેલા સ્થાનિકોએ બનાવ અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી યુવતી પાસેથી ઘટના અંગેની માહિતી સાંભાળી તેને પોલીસ મથકે મોકલી આપી હતી. ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર ધર્મેશ બી.સોલંકીને બોલાવી તેની મદદ વડે નર્મદામાં પ્રેમી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રેમિકા યુવતી મુળ એમ.પી.ની હોવાની સાથે ૧ સંતાનની માતા અને ડાઇવર્સી હોવાની હકીકત પણ બહાર આવી છે. હાલ તો અંકલેશ્વર શહેર પોલીસે યુવાનની શોધખોળ કરવા સાથે વધુ તપાસ હાથધરી છે.