ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી ભરૂચ જિલ્લામાં દારૂ/જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવા સારૂ સુચના મળતા મદદનીશ પોલીસ અધિક્ષક વિકાસભાઈ સુંડા ભરૂચ વિભાગ, ભરૂચના માર્ગદર્શન આધારે પોલીસ ઇન્સપેક્ટર પી. આર. વાઘેલા ભરૂચ શહેર ‘એ’ ડિવિ. પો.સ્ટે. તથા સર્વેલન્સ સ્ટાફનાં માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
દરમ્યાન ચોક્કસ બાતમી મળેલ કે ભરૂચ શહેરનાં દાંડીયાબજાર વિસ્તારના સ્મશાનઘાટ સામે આવેલ ગંગેશ્વર મહાદેવ મંદિરનાં પાછળનાં ભાગે કોટને અડીને આવેલ નર્મદા નદીના પટમાં ઝાડી-ઝાખરાઓમાં દેવ ઉર્ફે ગદો તથા લારા મકવાણાનાએ ગે.કા. વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ લાવી સંતાડી રાખેલ છે.
જે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની/મોટી બોટલ નંગ-૫૯૬, કિં.રૂ.૭૦,૪૦૦/- ના પ્રોહિબિટડ મુદ્દામાલ સાથે એક આરોપી ચિરાગભાઈ ચેતનભાઈ વસાવા ઉં.વ.૧૯ રહે.દાંડીયાબજાર લોઢવાડનો ટેકરો,ભરૂચને પકડી પાડી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.