
ભરૂચ નગરમાં ગુરૂ એવો આચાર્ય જ હેવાન બન્યો હોવાનો ઘૃણાસ્પદ કિસ્સો બહાર આવતાં સમગ્ર પંથકમાં લંપટ નરાધમ એવા સરસ્વતિ વિધાલયનાં આચાર્ય રણજીત પરમાર સામે ફિટકાર સાથે ક્રોધ ભભૂકી ઉઠ્યો છે.
ભરૂચની સરસ્વતિ વિધાલયમાં ધોરણ 10 માં ભણતી ઍક વિદ્યાર્થિનીને નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હોવાની શિક્ષણ જગતને સમસાર કરતી ઘટના બહાર આવી છે. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી.
ગત 30 ઓગસ્ટનાં રોજ આચાર્ય દ્વારા ફરી એકવાર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું હતું. તેવામાં 10 સપ્ટેમ્બરનાં રોજ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર દ્વારા શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થીની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાથી ગભરાઈને બહાર દોડી આવી તેની બહેનને ફૉન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી તે પણ હચમચી ઉઠી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર CCTV કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો.
હાલમાં જાણવા મળ્યા મુજબ પીડીત વિદ્યાર્થીનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્ય રણજીત પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથધરી છે.