અંકલેશ્વરમાં બે અલગ વિસ્તારમાં તસ્કરોએ ૨ બંધ મકાનોને નિશાન બનાવી લાખોની ચોરીને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બંન્ને ચોરીના ગુનાઓ નોંધી ડોગ સ્કોડ અને FSLની મદદ મેળવી વધુ તપાસ હાથધરી છે.
અંકલેશ્વરમાં બે વિસ્તારમાં તસ્કરોએ ચોરીને અંજામ આપતા સ્થાનિકોમાં ચકચાર મચી ગઇ છે. જેમાં અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક આવેલા શ્રી અંબિકા સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ મકાનમાંથી સોના ચાંદીના ઘરેણાં સહિતની રોકડ રકમ ઉપર હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. તસ્કરો સક્રીય બનતા સ્થાનિકો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
બીજા બનાવમાં અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારના આદિત્ય નગરના મકાન નંબર બી- 47 ખાતે રહેતા ઇલા નરેન્દ્રભાઈ જાદવ પોતાના કામથી બહાર ગયા હતા. આ સમયગાળાનો લાભ ઉઠાવીને તસ્કરોએ તેમના રસોડામાં આવેલી કાચની બારીમાંથી મકાનમાં ત્રાટકી હાથફેરો કરી પલાયન થઇ ગયા હતા. જેમાં તસ્કરોએ ડાઈનીંગ ટેબલ પર મૂકેલું પાકીટ જેમાં રોકડા રૂપિયા 30 હજાર હતાં. રેડમી નોટ 10 પ્રાઈમ કિંમત રૂ.14 હજાર, રેડમી નોટ 11 કિ. રૂ.10 હજાર, આઈફોન 7 કિં. રૂ.7 હજાર અને 5 ગ્રામનું સોનાનું લોકેટ કિં. રૂ.23,500 મળીને કુલ રૂ.84,500 ના મત્તાનો હાથફેરો કરીને પલાયન થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે ચોરી થયેલા બંન્ને સ્થળોએ તપાસ કરીને ફરિયાદ નોંધીને FSL, ડોગ સ્કોડ અને ફિંગરપ્રિન્ટની ટીમને મોકલી તસ્કરોને શોધવા કવાયત હાથધરી છે.