ભરૂચના મહાવીર નગર પાસે આવેલાં સાંઇમંદિર પાછળ રહેતાં યુવાનની બહેનને વિસ્તારમાં જ રહેતો એક યુવાન પરેશાન કરતો હોઇ તે તેને ઠપકો આપવા ગયો હતો. દરમિયાન પરેશાન કરનાર યુવાને તેની સાથે ઝડઘો કરી તેના પરિવારના સભ્યો સાથે મળી માર મારી ભાઇને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધાવા પામ્યો છે.
ભરૂચ શહેરના મહાવીર નગર ખાતે આવેલાં સાંઇમંદિર પાછળ રહેતાં અજય મનુ ઘીવાલાની બહેનની વિસ્તારમાં જ રહેતો બંસી ભરત આંબલીયા હેરાનગતિ કરતો હતો. જેના પગલે અજય તેને સમજાવવા ગયો હતો કે, તું મારી બહેનને હેરાન શા માટે કરે છે. જેથી તે ઉશ્કેરાઇ ગયો હતો અને તેની સાથે ઝઘડો કરવા લાગ્યો હતો.
દરમિયાન તેનું ઉપરાણું લઇને મીના ભરત આંબલિયા, પુનમ કિરણ આંબલીયા તેમજ કિરણ આંબાલિયાએ એક સંપ થઇ તેમના પર હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.આ બાનાવ અંગે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથધરી છે.