
ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલ તરફથી જિલ્લામા દારૂ/જુગાર ની ગેરકાયદેસરની પ્રવૃત્તિ ઉપર કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય અને દારૂ-જુગાર ની પ્રવૃત્તિ અટકાવવા સારૂ સ્પેશયલ ડ્રાઇવ રાખવામા આવેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામા આવેલ.
દરમ્યાન તા-૧૮/૦૭/૨૦૨૨ નારોજ ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી.મંડોરા નાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ની ટીમ અંક્લેશ્વર વિસ્તારમા પટ્રોલીંગમા હતી ત્યારે બાતમી મળેલ કે,અંક્લેશ્વર તાલુકાના નવાદીવા ગામે શામજી ફળીયા ખાતે ગેરકાયદેસર રીતે આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર ચાલે છે જે હકીકત આધારે એલ.સી.બી ટીમે અંક્લેશ્વર તાલુકાના નવાદીવા ગામે શામજી ફળીયા ખાતે ચાલતા જુગારધામ ઉપર રેડ કરી હતી.
જેમાં આંક ફરકના આંકડાનો સટ્ટા બેટીંગનો જુગાર ચલાવનાર મહીલાઓ તથા અન્ય જુગારીઓ સહીત કુલ-૦૪ જુગારીઓ શબાનાબેન સુલતાન મકબુલ શેખ રહેવાસી- નવા બોરભાઠા સ્કુલ ફળીયુ તા-અંક્લેશ્વર, હસુબેન મનિષ ઉર્ફે કાનો નટવરભાઇ વસાવા રહેવાસી- નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચ,વિજયભાઇ નાથુભાઇ વસાવા રહે- નવી નગરી અંક્લેશ્વર જી.ભરૂચ,સંજયભાઇ રામુભાઇ વસાવા રહે-નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વરને સટ્ટા બેટીંગના આંક ફરકાના આંકડાના જુગાર અંગેના સાહીત્ય તથા સાધનો તેમજ જુગારના રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા હતા જયારે જુગારધામનો મુખ્ય સંચાલક મનિષ ઉર્ફે કાનો નટવરભાઇ વસાવા રહે-નવાદીવા શામજી ફળીયુ તા-અંક્લેશ્વર જી-ભરૂચને વોન્ટેડ જાહેર કરી તમામ વિરૂધ્ધમા અંક્લેશ્વર શહેર પોલીસ મથકે ગુનો રજીસ્ટર કરાયો છે.