
ગત મધરાત્રે જંબુસર નગર ની ડાભા ચોકડી પાસે જંબુસર પોલીસે કતલ ના ઈરાદે એક ટ્રક તથા ટેમ્પો મા લઈ જવાતી ભેંસો નંગ ૩૪ સહિત ટ્રક તથા ટેમ્પો સહિત કુલ રૂપીયા એકવીસ લાખ દસ હજાર નો મુદ્દામાલ કબજે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ત્રણ ઈસમો ને દબોચી લીધા હોવાના તથા ફરાર ટેમ્પો ચાલક ની શોધખોળ આદરી છે.
જંબુસર ના પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારી સ્ટાફ સાથે ગતરાત્રે પેટ્રોલિંગ મા હતા.ત્યારે તેઓ ને બાતમીદાર થી બાતમી મળેલ કે એક ટ્રક તથા આઈસર ટેમ્પો મા કોઈપણ સત્તા અધિકારી ની પરવાનગી વગર એક જીલ્લા માંથી બીજા જીલ્લા મા ક્રુરતા પૂર્વક ભેંસો ભરી કતલ કરવા ના ઈરાદે વહન કરી રહયા છે. બાતમી ના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ ના માણસો એ ડાભા ચોકડી પાસે વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મા જણાવેલ ટ્રક તથા આઈશર ટેમ્પો આવતા તેને રોકી ને તપાસ કરતા બન્નેવ વાહનો માથી ઘાસચારો અને પાણીની સગવડ વિના ક્રુરતા પૂર્વક બાંધેલ ૩૪ ભેંસો મળી આવી હતી.
જંબુસર પોલીસે ૩૪ ભેંસો કિ.રૂ.૫૧૦૦૦૦ તથા બંને વાહનો કિ.રૂ.૧૬૦૦૦૦૦ મળી કુલ રૂપિયા ૨૧,૧૦૦૦૦ નો મુદ્દામાલ કબજે કરી તેમા સવાર અલ્તાફ ફિરોઝ દિવાન રહે.સાલેહપાર્ક પાલેજ, અફઝલ અકબર ટોપીવાલા રહે.અમન પાર્ક વલણ,ઈશાક મુસા બંધુકીયા રહે.અલ્કાપુરી વલણને દબોચી લઈ પુછપરછ હાથ ધરી હતી. જયારે આઈશર ટેમ્પો ચાલક સલીમ મઠીયા રહે.વલણ નાસી છૂટયો હતો. ઉપરોક્ત બનાવ સંદર્ભે હેડ.કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ભોપાલસિંહ ની ફરિયાદ ના આધારે પોલીસે પ્રાણી ક્રુરતા નિવારણ અધિનિયમની કલમ તથા ગુજરાત પ્રાણી સંરક્ષણ સુધારા અધિ નિયમની કલમ તેમજ મોટર વ્હીકલ એકટ કલમ મુજબ નો ગુનો દાખલ કરી આગળ ની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એન.રબારીએ સંભાળી ફરાર ટેમ્પો ચાલક ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જયારે કબજે કરેલ ૩૪ ભેંસો ને કરજણ સ્થિત પાંજરાપોળ ખાતે મોકલી અપાઇ હતી.
* સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર