ગત તા.૦૫/૦૭/૨૦૨૨ ના રોજ ભરૂચ શહેરમાં રહેતા એક બહેને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપેલ કે સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ ઉ.વ.૩૫ રહે. એ/૧૫, મંગલમ સોસાયટી, ભોલાવ, ભરૂચ નાઓ જે પોતે માતાજી હોવાનુ જણાવે છે અને તેઓ લોકોની સમસ્યાઓના ઉકેલ પૂજા તથા વિધિઓ કરી આપે છે.
જેથી ફરીયાદીના ભાઇ કે જે પોતે કુટેવો ધરાવતો હોય જે કુટેવો છોડાવવા માટે ફરીયાદીએ સપના ઉર્ફે સોનલબેન ઉર્ફે માતાજીનો સંપર્ક કરી ફરીયાદીને આ માતાજી તથા ચેલાઓ ઉપર વિશ્વાસ આવતા તેમણે તારીખ: ૨૪/૦૪/૨૦૨૨ થી તા:૧૬/૦૬/૨૦૨૨ દરમ્યાન માતાજીના ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ ના બેન્ક એકાઉન્ટમાં કુલ રૂપીયા ૩,૬૭,૮૪૯/- ઓન લાઇન ટ્રાન્સફર કરેલ છતા પણ ફરીયાદીના ભાઇને સારૂ ન થતા ફરીયાદીએ માતાજીનો સંપર્ક કરતા માતાજીએ વધુ વિધિ કરવી પડશે.
જેથી ફરીયાદીએ પોતાના પૈસા પરત માંગેલ જેથી માતાજીએ ફરીયાદીને જણાવેલ કે મારા ચેલા ગૌરવ અનીલભાઇ પારેખ તથા ભુપેશભાઇ રમણભાઇ માછી બન્ને બહુ ખતરનાક છે રૂપીયા પાછા માંગશો તો તમારે જીવ પણ ગુમાવવો પડી શકે.
આ મામલામાં ભરૂચ શહેર “એ” ડીવી. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ, આવા બનાવો અટકાવવા તથા શોધી કાઢવા સર્વેલન્સ સ્ટાફ તથા અધિકારીઓ તથા પોલીસ માણસોની ટીમ બનાવી આ ગુનામાં સંડોવાયેલ ત્રણ આરોપીઓ પૈકી બે આરોપીઓ સપના ઉર્ફે સોનલબેન વિનોદકુમાર વેગડ ઉ.વ.૩૫ રહે. એ/૧૫, મંગલમ સોસાયટી, ભોલાવ, ભરૂચ મુળ રહે. ભાડુકીયાનો પુલ, કાલવાડ, જી. જામનગર,ગૌરવ અનીલભાઇ પારેખ ઉ.વ.૨૬ રહે. નવીનગરી, શુક્લ તીર્થ, તા.જી.ભરૂચને ગણતરીના કલાકોમાં પકડી પાડ્યા હતા.જ્યારે આ ગુનામાં ભુપેશભાઇ રમણભાઇ માછી રહે. નવીનગરી, શુક્લ તીર્થ, તા.જી.ભરૂચને ફરાર જાહેર કરી શોધ આરંભી છે.આ કામે આરોપીઓની સઘન પુછપરછ કરી વધુ તપાસ અર્થે નામદાર કોર્ટમાં રીમાન્ડ માંગતા દિન-પ ના પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે.