
જંબુસર તાલુકાના ટુંડજ ગામે ડેપ્યુટી સરપંચના પરિવારજનોએ ગામના જ દલિત સમાજના યુવાન પર કર્યો હુમલો હુમલામાં ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલાને જંબુસર પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કર્યા હોવાના સમાચાર સાંપડયા છે.
આ બનાવમાં જંબુસર તાલુકાના ટુંડજ ગામે રહેતા સુરેશભાઈ ડાહ્યાભાઈ વાઘેલા એ ગ્રામ પંચાયત વિરુધ્ધ અરજી કરી હોય તેની રીસ રાખીને ટુંડજ ગામના ડેપ્યુટી સરપંચના પરિવારજનો (૧) કેસરીસંગ ફતેસંગ સિંધા,(૨) તોસીફ અજીતસિંહ સિંધા,(૩)આસિફ અજીત સિંધા ,(૪)સફીક અજીત સિંધા, (૫)સાદિક ઉદેસંગ સિંધા, અને (૬)મુન્નો ઉર્ફે મામા ના ઓએ એકાએક મારક હથિયાર સાથે હૂમલો કરતા સુરેશભાઈડાહ્યાભાઈ વાઘેલાને મારમારી અધમૂવો કરીગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ૧૦૮ મારફતે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા.જ્યાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે ઇજાગ્રસ્તને વડોદરા ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે.આ બનાવની જાણ કાવી પોલીસને થતાં કાવી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર