
ગત તા.૨૨,૨૩/૦૬/૨૦૨રની નાઇટ દરમ્યાન ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર એસ.ટી. ડેપો સામે આવેલ ગણેશ ખમણ નામની દુકાનનું શટર તોડી ઊંચુ કરી દુકાનમાં પ્રવેશી રોકડા રૂપીયાની કોઇ ચોર ઇસમ ચોરી કરેલ, જે બાબતે ભરૂચ શહેર “એ” ડોવી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો.
તાજેતરમાં આ પ્રકારના બનાવો બનવાનું પ્રમાણ વધવા પામેલ હોય, જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ ઇન્સપેક્ટર એ.કે.ભરવાડ ભરૂચ શહેર ”એ“ ડીવીઝન દ્વારા આ ગુનો શોધી કાઢવા તથા આવા બનાવો અટકાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તથા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ, જે આધારે પો.સ્ટે.ના સર્વેલન્સ સ્ટાફના માણસોએ ગુનો શોધી કાઢવા ગુજરાત સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ શહેરમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સના આધારે ચોરીના ગુનામાં સંડોવાયેલ એક આરોપી રવિકુમાર ભાઇલાલભાઇ પટેલ ઉ.વ. ૨૨ રહે. ચીમનટેકરી ઝુપડપટ્ટી, સૈયદવાડ, મક્તમપુર, ભરૂચને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.