
ભરૂચ પેરોલ ફર્લો સ્કોડની ટીમ અંકલેશ્વર શહેર પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી આધારે અંકલેશ્વર તાલુકાના જુનાબોરભાઠા ગામ નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પાસે વિદેશી દારૂ અંગે સફળ રેઇડ કરી હતી.
જેમાં પોલીસ ટીમે વિદેશી દારૂ તથા સુઝુકી એક્સેસ મોપેડ તથા વિવો કંપનીના મોબાઇલ ફોન સહિત કુલ મુદ્દામાલ કિ.રૂ. ૬૨,૪૦૦/- સાથે એક આરોપી કમલેશભાઇ અર્જુનભાઇ વસાવા ઉ.વ. ૩૮ રહે. જુના બોરભાઠા, પારસી ફળીયું, તા.અંકલેશ્વરને ઝડપી પાડયો હતો.
જ્યારે ભરૂચ પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ દ્વારા આ ગુનાના બે અરોપી મહેશભાઇ મોહનભાઇ ઠાકોર રહે . જુના બોરભાઠા , પારસી ફળીયું , તા. અંકલેશ્વર જી. ભરૂચ અને દશરથ ઉર્ફે દશુ બાલુભાઇ વસાવા રહે.હજાત તા. હાંસોટને વોન્ટેડ જાહેર કરી ઝડપાયેલ આરોપી સામે કાયદેસર કાર્યવાહી કરી આગળની તપાસ માટે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોંપાયો હતો.