
- ચોરીના સી.સી.ટી.વી આવ્યા સામે
ભરૂચ સ્ટેશન રોડ ઉપર આવેલ ભૃગુમંઝીલ શોપીંગ સેન્ટરની ૪ દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીને અંજામ આપતા આસપાસના દુકાનદારો સહિત વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે.
તસ્કરોએ એક સાથે ૪ જેટલી દુકાનોના તાળા તોડી ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયાની પોલીસને જાણ કરાતા જ એ ડિવિઝન પોલીસ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને ચોરીને અંજામ આપતા સી.સી.ટી.વી ફૂટેજ મળતા તેના આધારે તસ્કરોનું પગેરૂ શોધવા કવાયત હાથધરી છે.
જો કે હાલમાં કેટલાની ચોરી થઈ તે વિગતો સામે આવી નથી.