ભરૂચ જીલ્લાના નેત્રંગ પો.સ્ટે.માં ગત તા-૦૨/૦૬/૨૦૨રના રોજ એક સગીર બાળાના અપહરણ અંગેનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ જે ગુનાના કામે ફરીયાદીશ્રીની સગીર વયની દિકરીને લગ્ન કરવાની લાલચ આપી આરોપી ઈસમ પટાવી ફોસલાવી અપહરણ કરી લઈ ગયેલ હોય.
જેથી ગુનાની ગંભીરતા જાણી પોલીસ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલ તથા વિભાગીય પોલીસ અધિકારી ચિરાગ દેસાઇ અંક્લેશ્વર વિભાગ, અંક્લેશ્વરના તરફથી આરોપી ઈસમ તેમજ અપહરણ થયેલ બાળાને વહેલી તકે શોધી કાઢવા સુચના આપેલ હોય,
જે અનુસંધાને સી.પી.આઈ. બી.એમ. રાઠવા તથા પી.એસ.આઈ.એન.જી.પાંચાણીના માર્ગદર્શન હેઠળ હ્યુમન ઈંટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે વધુ તપાસ કરતા હકીકત મળેલ કે,આ ગુનાનો આરોપી જનકભાઈ જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા રહે-આંજોલી તા-નેત્રંગ જી-ભરૂચ એક સગીર બાળાને લઈ નાસતો ફરતો છે. અને હાલ આરોપી સુરતના ઉધના વિસ્તારમાં કોઈ જગ્યાએ રહે છે. જે હકીકત આધારે તાત્કાલિક નેત્રંગ પોલીસની એક ટીમ સુરત ખાતે રવાના કરેલ અને સુરતના ઉધના વિસ્તાર માંથી નાસતા ફરતા આરોપીને અપહરણ કરી લઈ ગયેલ સગીર બાળા સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી અપહરણ થયેલ બાળાને મુક્ત કરાવવામાં આવેલ છે. તેમજ પકડાયેલ આરોપી જનકભાઈ જેન્તીભાઈ ચંદુભાઈ વસાવા રહે-આંજોલી તા-નેત્રંગ જી-ભરૂચ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે.