
જંબુસર તાલુકા ના નાડા ગામે રહેતી પરણીતા ના ઘર મા તેણી ની એકલતા નો લાભ લઈ ગામ ના સરપંચે તેના એ પ્રવેશ કરી ઈજ્જત લુંટવાના ના ઈરાદે પરણીતા નો હાથ પકડી તેણી ની શારીરિક છેડછાડ કરી હોવાની તથા આ સમયે પરણિતા એ બુમાબુમ કરતા દોડી આવેલ સરપંચ ના બે ભાઈ ઓ એ પરણિતા ને માર માર્યો હોવાના તથા આ દરમિયાન ત્યા દોડી આવેલ તેણીના પતિ ને પણ સરપંચ તથા તેના ભાઈઓએ ઢીકાપાટુ નો માર માર્યો હોવા ની ફરિયાદ જંબુસર પોલીસ મથકે નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હોવાની વિગતો મળી છે.
જંબુસર પોલીસ મથકે થી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકા ના નાડા ગામે સુંદર નગરી મા રહેતી કુસુમ મહેશભાઈ ગોહિલ નામની પરણિતા સાંજ ના સાત વાગ્યા ના અરસા મા તેણીના ઘર મા એકલી હતી. ત્યારે તેણીની એકલતા નો લાભ લઈ ગામ ના સરપંચ જીતસંગ ગોરધન દેસાઈ ના ઓ એ ઘર મા પ્રવેશી પરણિતા ની ઈજ્જત લુંટવાના ઈરાદે પરણિતા નો હાથ પકડી શારીરિક અડપલા કરતા પરણિતા એ બુમાબુમ કરી હતી. જેથી સરપંચ ના બન્ને ભાઈઓ સરજુગ ગોરધન દેસાઈ તથા વિજય ગોરધન દેસાઈ નાઓ ઘર મા આવ્યા હતા.અને પરિણીતા ને બિભ્સ્ત ગાળો બોલી માર મારી હતી. આ દરમિયાન પરિણીતા નો પતિ મહેશભાઈ ગોહિલ તથા તેનો મિત્ર આવી પહોંચતા સરપંચ તથા તેના ભાઈઓ એ પરણિતા ના પતિ ને ઢીકાપાટુનો માર મારી પરણિતા તથા તેણીના પતિ ને જાન થી મારી નાંખવા ની ધમકી આપી નાસી છુટયા હતા.
ઉપરોક્ત બનાવ સંદર્ભે કુસુમ ગોહિલે સરપંચ તથા તેના ભાઈઓ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ઈપીકો કલમ ૩૫૪, ૩૫૪(એ), ૪૫૨, ૩૨૩,૫૦૪,૫૦૬ (૨),૧૧૪ મુજબ નો ગુનો નોંધી આગળ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આઈ.એસ.પરમાર ચલાવી રહયા છે. અને સરપંચ તથા તેના ભાઈઓ ને દબોચી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર