આમોદ પંથકમાં ખાણ ખનીજ વિભાગની મહેરબાનીથી માટીચોરી કરી બેફામ બનેલા માટી ચોરો સામે કાર્યવાહી કરવા ગાંધીનગર વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પાસે કેવી કાર્યવાહી કરી છે તેનો સ્પષ્ટ અભિપ્રાય આપવા આદેશ કરતાં ભુમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
આમોદ તાલુકના સરભાણ તેમજ વાતારસા ગામે થયેલી લાખો મેટ્રીક ટન ગેરકાયદેસર માટી ચોરી સામે જે તે ગામના જાગૃત નાગરિકોએ ગાંધીનગર વિકાસ કમિશનર પાસે રૂબરૂ પહોંચી માટી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી.જે બાબતે ગાંધીનગર વિકાસ કમિશનરે સરભાણ ગામે ગામ તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનમાં થયેલા ગેરકાયદે માટી ખનન બાબતે સરભાણ ગામના તત્કાલિન ડેપ્યુટી સરપંચ તથા હાલના તાલુકા પંચાયત પ્રમુખ અને સભ્યોને બરતરફ કરવાની માંગ કરી હતી.જેના અનુસંધા વિકાસ કમિશનરે જિલ્લા વિકાસ અધિકારીને સ્વયં સ્પષ્ટ અભિપ્રાય દિન ૧૦ માં આપવા જણાવ્યું હતું.તેમજ સરભાણ ગામે ગામ તળાવ,તલાવડી તેમજ ગૌચરની જમીનમાં થયેલા ગેરકાયદે માટી ખનન બાબતે ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં? બિન અધિકૃત માટી ખનન બાબતે પોલીસ ફરિયાદ થયા બાદ આગળ શું તપાસ થઈ? પોલીસ ફરિયાદ નામજોગ ના નોંધાવના કારણો? સહિતનો જિલ્લા વિકાસ અધિકારીનો સ્પષ્ટ અભિપ્રાય દિન ૧૦ માં મોકલવા વિકાસ કમિશનરે આદેશ કર્યો હતો.
જ્યારે વાતરસા ગામે ગામતળાવ તથા તલાવડીમાંથી માટી ચોરી કરનારા કસૂરદારો ગ્રામ પંચાયતના તત્કાલીન ડેપ્યુટી સરપંચ અને સભ્યને બરતરફ કરવા અને પોલીસ ફરિયાદ દાખલ કરવા ગામના જાગૃત નાગરિકે વિકાસ કમિશનરને અરજી કરી હતી.જેના અનુસંધાને વિકાસ કમિશનરે ભરૂચ જિલ્લા વિકાસ અધિકારી પાસે દિન ૭ માં સ્વયં સ્પષ્ટ અભિપ્રાય આપવા આદેશ કર્યો હતો.વાતરસા ગામના ૨૦૧૮ થી ૨૦૨૧ વલી ઇસ્માઇલ ચટી ડેપ્યુટી સરપંચ તથા હરેશ સુરેશભાઇ સોલંકી ગ્રામ પંચાયતના સભ્ય હતાં.જેઓ માટી ચોરી અંગે કસુરદાર હોવા અંગેની ફરિયાદ આપતાં જિલ્લા વિકાસ અધિકારીએ આમોદ તાલુકા વિકાસ અધિકારીને તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનો હુકમ કર્યો હોવા છતાં હજુ સુધી કેમ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી તેમજ ડેપ્યુટી સરપંચ તથા સભ્ય કેમ બરતરફ કરવામાં આવ્યા નથી તે અંગે દિન ૭ માં અભિપ્રાય માંગ્યો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ