ભરૂચ જીલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા તલાટીઓને મળતી ઘમકી અને થતા હૂમલા સંદર્ભે આજરોજ જિલ્લા કલેકટર સહિતાના અધિકારીઓને આવેદન પાઠવી કસુરવારો સામે કડક પગલા ભરવા માંગ કરાઇ હતી.
આવેદનમાં ઉલ્લેખાયું છે કે છેલ્લા ૨૫ દિવસમાં ભરૂચ જીલ્લામાં ફરજ પરનાં ત.ક.મંત્રી સાથે મારા મારી અને ધમકી આપવાના ત્રીજો બનાવ તથા તા .૦૭ / ૦૯ / ૨૦૨૧ ના રોજ ગુજરાત રાજ્ય પંચાયત તલાટી મંડળ દ્વારા મુખ્ય મંત્રી ગુજરાત રાજયનાઓને આપેલ આવેદન પત્ર બાદ પાંચમો બનાવ છે જે ખુબ જ દુખ : દ તથા ગંભીર બાબત છે. આ બનાવને કારણે ભરૂચ જિલ્લાના તલાટી કમ મંત્રી અને ખાસ કરીને તલાટી કમ – મંત્રીઓમાં ખુબજ રોષની લાગણી અને ભયનો માહોલ બનેલ છે.
તલાટી કમ મંત્રીઓ ની સલામતી ના જળવાય જે ખુબજ દુઃખની બાબત છે. આ રીતે ફરજ પરના તલાટીઓને ફરજના ભાગે કામગીરી દરમ્યાન આ રીતે ગેરવર્તુક તથા મારામારી કરવાની ઘટનાઓને લીધે તલાટીઓનુ મનોબળ તુટે છે. જેની અસર આગામી સમયના સરકારી કામગીરી કરવામાં પડી શકે તેમ છે. જેથી ભરૂચ જીલ્લાના તલાટી મંડળની માંગણી છે કે, આ ગુનો આચરનાર ઇસમ સામે તેઓના સામે બિન જામીનપાત્ર ગુન્હો દાખલ કરવા અને કાનુની રીતે કડકમાં કડક કાર્યવાહી થાય જેથી ભવિષ્યમાં કોઇપણ ઇસમ દ્વારા ફરજ પરના તલાટી કમ મંત્રીઓ સાથે તેમજ અન્ય કોઇપણ સરકારી કર્મચારી પર આ પ્રકારની ઘટના ના બને.