
પોલીસ ઇન્સપેકટર આર.એન.કરમટીયા તથા અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ સ્ટાફ દ્વારા મળેલ હકિકત આધારે, અંક્લેશ્વર GIDCમાં આવેલ ઓમકાર-૧ કોમ્પ્લેક્ષમાં આવેલ મુસ્કાન સ્પા પાર્લર નામની દુકાનની આડમાં બહારથી છોકરીઓ મંગાવી દેહ વ્યાપાર ચલાવે તે હકિકત આધારે આ જગ્યાએ જઈ રેડ કરી હતી.
જેમાં દેહ વ્યાપારના ધંધા સાથે સંકળાયેલ બે યુવતિઓ તથા મુસ્કાન સ્પા નામની દુકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતો દુકાન માલીક દુકાન માલીક સાહિદખાન અખ્તરખાન જાતે ખાન ઉ.વ.૪૫ ધંધો.વેપાર હાલરહે, દુકાન નંબર. $2-14, ઓમકાર-૦૧માં આવેલ મુસ્કાન સ્પા.માં, આનંદ હોટલ ઉપર, વાલીયા ચોકડી, તા.અંકલેશ્વર, વિરુદ્ધ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ મથકે ઇમોરલ ટ્રાફીકીંગ એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫,૭ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે
અંકલેશ્વર GIDC પોલીસે સ્પામાંથી મોબાઇલ નંગ ૧ કી.રૂ. ૬૦૦૦/-, કાઉંટર પરથી તથા અંગઝડતીના રોકડા રૂપીયા ૯૦૦૦/- મળી કુલ કી.રૂ.૧૫૦૦૦/- નો મુદામાલ કબ્જે લઈ આગળની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.