
આજે વહેલી સવારે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ ને.હા.નં.૪૮ પર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “ટાટા કંપનીનુ ટ્રક જે બોડી લીલા પીળા કલરની જેનો રજી.નંબર HR-67-A-2275 માં વિદેશીદારૂનો જથ્થો ભરી વડોદરા તરફથી અંકલેશ્વર તરફ જવાની છે.
જે હકિકત આધારે ને.હા.નં.૪૮ પર વડોદરા થી ભરૂચ તરફ જતા ટ્રેક પર ચૌધરી હોટલ લુવારા પહેલા એચ.પી પેટ્રોલ પંપ સામે વોચમા રહી બાતમી મુજબની ટ્રક આવતા આયોજન મુજબ ટ્રાફીક કરી રોકી લઈ કોર્ડન કરી ટ્રકને પકડી તેમાથી વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો/બીયર નંગ-૧૩૯૨૦ કિમત રૂપીયા ૩૩,૨૧,૬૦૦/- મળી ફુલ મુદ્દામાલ કિ.રૂ.૪૩,૨૮,૨૦૦/- સાથે શંમ્ભુસિહ નાનુસિંહ જાતે સિહ ઉ.વ ૩૦ રહેવાસી બડનૌર જીતગઢ જી બીલવારા (રાજસ્થાન)ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.