દેડીયાપાડાના મુસ્લીમ વેપારીના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતી યુવતીના ફોન ઉપર અને રાત્રિના સમયે તેના ઘરના દરવાજા ખખડાવી જાતીય સતામણી કરતા યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દેડિયાપાડાના વેપારી ઝહીરભાઇ અબ્બાસ જેમાણી રહે-લીમડા ચોક, જુના મોઝદા રોડ, નર્મદા નગર, દેડીયાપાડા તા.દેડીયાપાડા જિલ્લો-નર્મદા નાઓએ તા.૨૦/૦૫/૨૦૨૨ ના રાત્રીના કલાક-૧૧ વાગ્યે અને ૫૧ મીનીટે તેમના જ મકાન મા ઉપરના માળે ભાડે રહેતી અને આગાખાન સંસ્થા માં નોકરી કરતી (કેરળ રાજ્ય) ની એકલી યુવતી ને ઝાહિરે પોતાના મો.નં ઉપરથી યુવતીના મોબાઇલ નંબર ઉપર ફોન કરી ” મને એકલા સુવાની આદત નથી અને મારી પત્ની પણ બાળકો સાથે બહાર ગામ ગયેલ છે અને નીચે મારા રૂમમાં એ.સી.પણ લગાવેલ છે જેથી તમે સુવા માટે નીચે આવો “ તેમ વાત કરી તા.૨૧/૦૫/૨૦૨૨ ના રોજ આ ઝાહિરે ફરી યુવતી પોતાના ઘરમાં સુતેલ હતા તે વખતે રાત્રીના દોઢ વાગ્યાના અરસામાં ઝહીરે આ યુવતીના ઘરે જઈ જ્યાં રહે છે ત્યાં ઉપરના માળે આવીને યુવતીનો રૂમનો દરવાજો ખખડાવતા યુવતી ગભરાઈ ગઈ હતી.
જેથી તેને પોતાના બચાવમાં મરચાની ભૂકી અને ચપ્પુ લઇ આખી રાત દરવાજા પાસે બેસી રહી હતી સવાર પડતા જ તેને પોતાની સંસ્થા આગાખાન માં જાણ કરતા સંચાલકો દેડીયાપાડા આવી યુવતીને તાત્કાલિક ધર ખાલી કરી નેત્રંગ લઈ ગયેલ હતા તયાર બાદ બધી હકીકત ની જાણ આગાખાન સંસ્થાના સંચાલકોને કરતા સંસ્થાના સપોર્ટથી યુવતીએ વેપારી ઝાહિર ઉપર જાતીય સતામણી કરી ગુનો કરતાં દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે પો.સ્ટે. પાર્ટ-એ આઇ પી સી ની. કલમ354 (એ),354ડી),509 મુજબનો ગુનો દાખલ કરી આરોપી ઝાહીર અબ્બાસ જેમણી ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે .બનાવને પગલે દેડીયાપાડા નગરમાં આ બનાવ ઠેર ઠેર ચર્ચાનો વિષય બન્યો છે આ ગુનાની તપાસ પીએસઆઈ દેડીયાપાડા એ એસ વસાવા કરી રહ્યા છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા