
- વાલીયા પોલીસે રૂ.૩,૮૪,૦૦૦/-ના વિદેશી દારૂ સાથે કુલ રૂ.૮,૯૩,૦૦૦/- મુદ્દામાલ કર્યો જપ્ત
વાલીયા પોલીસને ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ડેડીયાપાડા થી બોલેરો પીકપ ગાડી નંબર MH 39 AD 1578 ની વાલીયા તરફ આવે છે તેમા ડુંગળી ના કટ્ટા ભરેલ છે જેના આડમાં ઈગ્લીસ દારૂ ભરેલ છે તેવી સચોટ બાતમી આધારે સ્ટાફના પોલીસ માણસો અલગ અલગ રીતે ઉભા રહી વોચમાં હતા.
દરમ્યાન બાતમી મુજબ ના વર્ણન વાળી બોલેરો પીકપ નંબર MH 39 AD 1578 આવતા પોલીસ ટીમે તેના ડ્રાઈવરને બોલરો પીકપ ગાડી સાઈડમાં ઉભી કરાવતા હતા તે દરમ્યાન ખાલી સાઈડે એક ઈસમ ઉતરી ભાગી છુટ્યો હતો અને ડ્રાઈવર દુર્ગેશ બાલારામ પોખરરામ જાતે ચૌધરી ઉ.વ.૨૩ રહે, લુનાડા પોસ્ટ બાતાડુ થાણા-ગીડા તા. બાયતુ જી.બાડમેરની અટક કરી હતી.
વાલીયા પોલીસ ટીમે બોલેરો પીકપ નંબર MH 39 AD 1578 માં તપાસ કરતા અંદર ડુગળી ના કટ્ટા ભરેલ તેના આડમાં નીચેના ભાગે ઈગ્લીસ દારૂની પેટીઓ ભરેલ મળી આવી હતી. પોલીસે પીકપમાંથી વિદેશી દારૂની બોટલો તથા મુદ્દામાલ મળી કુલ રૂ. કુલ- રૂ.૮,૯૩,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ આરોપી વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.