જંબુસર શહેરની સ્વસ્તિક નગર સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીના રોકડ સહિત ૧,૧૭,૦૦૦/- ના મત્તાની ચોરી કરી પલાયન થયા બનાવ અંગે જંબુસર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જંબુસર શહેરની સ્વસ્તિક નગર સોસાયટીમાં રહેતા કનુભાઈ દેસાઇભાઇ પટેલ પરિવાર સાથે ગત રોજ દિકરાના ઘરે ભરૂચ ગયાં હતાં અને રાત્રે ત્યાં જ રોકાયા હતા તે સમય દરમ્યાન રાત્રીના સમયે કોઈ નિશાચરોએ બંધ મકાનને નિશાન બનાવી ચોરી કરી નાસી છુટ્યા હતા.
આ બનાવ અંગે પાડોશીએ ટેલિફોનિક જણાવેલ કે બારણું ખુલ્લું છે અને તાળું તુટેલ હોવાનું જણાય છે કે અંગે વાત જણાવતાં કનુભાઈ પટેલ તાત્કાલિક પરિવાર સાથે પરત જંબુસર આવેલ અને જોતા તાળાનો નકૂચો તૂટેલો દરવાજો ખુલ્લો હતો બનાવ અંગે જંબુસર પોલીસને જાણ કરતા જંબુસર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઘરમાં તપાસ કરતા ઘરની તમામ તિજોરીઓમાંથી સોનાની બુટ્ટી સોનાના ચુડા તથા રોકડ રકમ મળી કુલ ૧,૧૭, ૦૦૦/- ની મત્તાની ચોરી કરી કોઈ અજાણ્યા ચોર ઈસમો ચોરી કરી નાસી છુટ્યા હતા બનાવ સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને ચોર ઈસમોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર