આજરોજ નેત્રંગ પોલીસ ટીમ તેમના વિસ્તારમા પેટ્રોલિંગમાં હતી.દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગનાં લાલ મંટોડી ફળીયામાં આવેલ ઇકબાલ મયુદ્દીન શેખના રહેણાંક કાચા ઘરમાં તેમનો જમાઈ અલ્પેશભાઇ ભાનુભાઇ પરમાર રહે.વાસદ, તા.જી.આણંદનો ગામનાં તેમજ બહાર ગામનાં કેટલાક ઈસમોને ભેગા કરી કાચા ઘરનાં બન્નેવ દરવાજા બંધ કરી ભેગા થઇ અંદરના ભાગે ગેરકાયદેસર રીતે પત્તાપાના વડે પૈસા થી હારજીતનો જુગાર રમે છે.
જે બાતમી આધારે રેઈડ કરતા સ્થળ ઉપર કુલ-૦૬ આરોપીઓ (૧) જહિરભાઇ બાઉદ્દીન શેખ ઉ.વ.૫૦ રહે.નેત્રંગ, દશશના નગર, તા.નેત્રંગ, જી.ભરૂચ (૨) હિરોઝખાન હમીરખાન પઠાણ ઉ.વ.૪૨ રહે.નેત્રંગ, માંડવી રોડ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૩) લાલસીંગ ઉર્ફે લાલુ શાંતીલાલભાઇ વસાવા ઉ.વ.૩૦ રહે.ધોલેખામ, નિશાળ ફળીયુ, તા.નેત્રંગ, જી.ભરૂચ (૪) મજીદ અબ્બાસ કુરેશી ઉ.વ.૬૨ રહે.નેત્રંગ,શાંતીનગર, તા.નેત્રંગ, જી.ભરૂચ (૫) મિેબુબખાન કેશરખાન પઠાણ ઉ.વ.૬૫ રહે.નેત્રંગ લાલા મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ (૬) અલ્પેશભાઇ ભાનુભાઇ પરમાર ઉ.વ.૩૫ રહે.નેત્રંગ, લાલ મંટોડી, તા.નેત્રંગ, જી.ભરૂચ મુળ રહે.વાસદ તા.જી.આણંદ સ્થળ પરથી ઝડપાઇ ગયા હતા. પોલીસે આ આરોપીઓની અંગ જડતીમાંથી રોકડા રૂપિયા ૬,૮૭૦/- તથા દાવ ઉપરથી મળેલા રોકડા રૂ.૪,૭૮૦/- મળી કુલ રોકડા રૂ.૧૧,૬૫૦/- તથા કુલ મોબાઇલ ફોન નંગ.૪ કુલ કિ.રૂ.૧૨,૦૦૦/- તથા બાઇક નંગ-૦૩ ની કિ.રૂ.૧,૦૫,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૨૮,૬૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાયયવાહી હાથ ધરેલ છે.