ગઇ તારીખ ૧૬/૦૫/૨૦૨૨ ના રોજ જલારામ પાઇપ ટ્રેડર્સ નામની દુકાન તેના માલીક રાબેતા મુજબ બંધ કરી ગયા હતા અને બીજે દિવસે સવારે દુકાન ખોલવા આવતા દુકાન નું શટર તોડેલુ અને દુકાન માથી રોકડા રૂપીયા તથા પ્લમ્બિગનો સામાન મળી કુલ કિંમત રૂપીયા ૪૦,૮૦૦/- ની ચોરી થયેલાની જણાતા દુકાનદારે ચોરી થયાની ભરૂચ શહેર સી ડીવીઝન પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાવી હતી.
આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ સ્થળ વિઝીટ કરી સી ડીવીઝન પોલીસ ટીમ દ્વારા ભરૂચ શહેરમાં રાજ્ય સરકારના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના સીસીટીવી કેમેરાની મદદથી તથા સરકારના ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતગત મળેલા પોકેટ કોપ મોબાઈલની મદદથી આરોપીઓના ફુટેજ મેળવી અને આજે મળેલ બાતમી આધારે દુકાનનું શટર તોડી ચોરી કરનાર ત્રણ ઈસમો કાલીયાસીંગ ઉર્ફ ચંદાસીંગ ધનસીંગ બાવરી (સીખલેકર) રહેવાસી ૧૪ જય જલારામ નગર ઝુપડપટ્ટી ઉનપાટીયા,સુરત તા- ચોયોસી જી-સુરત મુળ રહે- સાબુગઢ ઝુપડપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચ, ડનેલસીગ કાલીયાસીંગ ઉર્ફ ચંદાસીંગ ધનસીંગ બાવરી (સીલીગર) રહેવાસી ૧૪ જય જલારામ નગર ઝુપડપટ્ટી,ઉનપાટીયા સુરત તા- ચોયોસી જી-સુરત મુળ રહે- સાબુગઢ ઝુપડપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચ અને હરજીતસીગ ઉર્ફ હરજીન હરબતસીંગ ટાંક (સીખલેકર) કબીરપુરા ખત્રીવાડ ભાથીજી દાદાની ડેરી સામે ધોળીકુઇ બજાર ભરૂચ મુળ રહે- સાબુગઢ ઝુપટપટ્ટી મોદી પાર્ક પાસે શક્તિનાથ ભરૂચને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ચોરીનો ભેદ ઉકેલી આરોપીઓ વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.