The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

[breaking-news]

Date:

વાલિયા પાસેથી ટેમ્પાના ચોરખાનામાં સંતાડેલ દારૂના જથ્થા સાથે ૧ ઝડપાયો

વાલિયા પોલીસે નેત્રંગ રોડ ઉપર આવેલા જી.ઈ.બી.ત્રણ રસ્તા પાસેથી ટેમ્પોનો પીછો કરી ચોરખાનામાં સંતાડેલો 6.16 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ તેમજ ટેમ્પો મળી કુલ 16.17 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન બાતમી મળી હતી કે, અંકલેશ્વરથી લાલ કલરના આઇસર ટેમ્પો નંબર-એમ.એચ.48.એ.જી.0639માં વિદેશી દારૂનો જથ્થો ભરી ચાલક વાલિયા તરફ આવી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે વાલિયા ગામના ચાર રસ્તા ઉપર વોચ ગોઠવતા બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવવા ઈશારો કરતા ચાલકે ટેમ્પો હંકારી મુક્યો હતો. જેથી પોલીસે તેનો પીછો કરી નેત્રંગ રોડ ઉપર આવેલ જી.ઈ.બી.ત્રણ રસ્તામાં ટેમ્પો રોકી તપાસ કરતા તેમાં બનાવેલા ચોરખાનામાંથી વિદેશી દારૂની 6168 નંગ બોટલ મળી આવી હતી.વાલિયા પોલીસે 6.16 લાખનો દારૂ અને 10 લાખનો ટેમ્પો મળી કુલ 16.17 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને ઓડિશાના મનિગા પોસ્ટ અપલવાટા ખાતે રહેતો ટેમ્પો ચાલક રાજેશકુમાર શિવનારાયણ માજીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

spot_imgspot_img

લોકપ્રિય સમાચાર

More like this
Related

ભરૂચમાં જય જગન્નાથના જયઘોષ સાથે ભવ્ય રથયાત્રા નીકળી

આજે અષાઢી બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા...

ભરૂચ પશ્ચિમ વિસ્તારનું રમતગમતનું મેદાન જ જેલની દીવાલમાં કેદ..!

ભરૂચના સંતોષી વસાહતના રહીશો દ્વારા કલેક્ટરને આ ધટના અંગે...
error: Content is protected !!