ગઇકાલ મોડી રાત્રે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમ વાલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળેલ કે “ વાલીયા તાલુકાના મોખડી ગામે ઝાંબુ ફળીયામાં એક રહેણાંક મકાનના આગળના ભાગે જમીનમાં ખાડા વિદેશી દારૂનો જથ્થો વેચાણ કરવા સારૂ સંતાડી રાખેલ છે ” જે હકિકત આધારે વાલીયા તાલુકાના મોખડી ગામે ઝાંબુ ફળીયામાં બાતમીવાળા રહેણાંક મકાન ખાતે પ્રોહી અંગે સફળ રેઇડ કરાઇ હતી.
જેમાં પોલીસ ટીમે વિદેશી દારૂની નાની મોટી કુલ બોટલો/બીયર નંગ- ૨૫૦ કુલ.કિ.રૂ. ૨૬,૨૦૦/-ઝડપી પાડી ઘરે હાજર મળી આવેલ મહીલા ભાવનાબહેન ગીરીશભાઇ ધરમચંદ વસાવા રહે.ઝાંબુફળીયુ મોખડીગામ તા.વાલીયા જી.ભરૂચ ને વાલીયા પોલીસ મથકે હાજર રહેવા ક્રીમીનલ પ્રોસિજરની સલંગ્ન કલમ મુજબ નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે આ ગુનાનો આરોપી મુકેશભાઇ વસાવા રહેવાસી- જામનીયાને વોન્ટેડ જાહેર કર્યો હતો.