
- પોલીસે ૧૦ કિલો ૦૮૦ ગ્રામ કિ.રૂ.૧,૦૩,૭૧૦/- ના મુદ્દામાલ જ્પ્ત કર્યો
ભરૂચ જીલ્લા વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ ભરૂચનાઓની સુચના અને માર્ગદર્શન આધારે,પો.ઇન્સ. વી.બી.કોઠીયાએ પોતાની ટીમને કાર્યરત કરતા પો.સ.ઇ. એમ.આર.શકોરીયા તથા પો.સ.ઇ એમ.એમ.રાઠોડ એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન બાતમીદારથી મળેલ બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા પાલેજ હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર એક ઇસમ નામે મોહમંદ સાહીલ શેખ રહે, અમદાવાદ પાલેજ હાઇવે વિસ્તારમાં માદક કેફી પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજાનો જથ્થો રાખી અન્યને વેચાણ કરે છે.જે બાતમીના વર્ણન મુજબ શકમંદ ઇસમ દૂરથી દેખાતા તેને કોર્ડન કરી રોકી અને તેની પાસે એક કાળા રંગનો ચેઇન વાળો થેલાને ખોલી ચેક કરતા તેમાંથી ગેરકાયદેસર ગાંજાનો જથ્થો ૧૦ કીલો ૦૮૦ ગ્રામ કિ.રૂ./૧,૦૦,૮૦૦/- તથા અંગઝડતી માંથી એક મોબાઇલ ફોન કિ. રૂ. ૨૦૦૦/-તથા અંગઝડતી દરમ્યાન મળેલ રોકડ રકમ રૂપિયા ૯૧૦/- મળી કુલ કિમત રૂપિયા ૧,૦૩,૭૧૦/- ના મુદ્દામાલ સાથે આરોપી મોહમંદ શાહીલ મોયુદ્દીન શેખ રહે ૨૮/૬૫ મહેરાબખાનનો ટેકરો શાહપુર અમદાવાદને પકડી પાડી એન.ડી.પી.એસ. એકટ કલમ મુજબ પાલેજ પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવી આગળની તપાસ પોલીસ સબ ઇન્સપેકટર એમ.એમ.રાઠોડ એસ.ઓ.જી. ભરૂચનાઓ ચલાવી રહેલ છે.