
- સમાજના જ બે યુવાનો દ્વારા કરાયો હુમલો.
જંબુસર નગર પાલિકા વોર્ડ નંબર બેનાં સદસ્ય વિશાલભાઈ જે પટેલ ઉપર તેમનાજ સમાજના બે યુવાનો દ્વારા હુમલો કરાયો ઘાયલ થયેલ વિશાલ પટેલને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.
વિશાલભાઈ જયંતીલાલ પટેલ વોર્ડ નંબર બે નગરપાલીકા સદસ્ય હોય તેઓ દ્વારા ઉત્કર્ષ પહેલ યોજના અંતર્ગત લાભાર્થી દુર્ગાબેન પટેલને લાભ અપાવ્યો હતો અને તે ફેસબુક પર વિશાલ પટેલે પોસ્ટ શેર કરી હતી. જે પોસ્ટ જોઈ દુર્ગા બહેનના પૌત્ર વિપુલ પટેલ તેમને આ પોસ્ટ ન ગમતાં પોસ્ટની બિભત્સ કોમેન્ટ કરી નગરપાલીકા સદસ્ય વિશાલ પટેલને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ગતરોજ વિશાલ પટેલ નગરપાલિકા ખાતે હોય વિપુલભાઈ પટેલ તથા તેનો ભાઈ પ્રણય ઉર્ફે પલ્લુ પટેલ લાકડી અને ડમ્બેલ્સ લઈ આવ્યા અને વિશાલ પટેલ પર હુમલો કરી માથાના ભાગે તથા પીઠ પર માર મારી ઇજા કરેલ હતી. તેમ વિશાલ પટેલ દ્વારા જણાવાયું હતું ઈજાગ્રસ્ત વિશાલ પટેલને સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેઓને વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરાઈ હતી.
આ સહિત નગર પાલીકા સદસ્ય વિશાલ પટેલના ભાઈ નૈશધ પટેલને આ બનાવની જાણ થતા તેઓ નગરપાલિકા ખાતે જતા હતા.તે સમય દરમ્યાન વિપુલ પટેલ તથા પલ્લુ પટેલે નૈશધ પટેલ પર હુમલો કરી માર માર્યો હોય બચાવ માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સારવાર માટે રેફરલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો.
- સંજય પટેલ, ન્યુઝલાઇન, જંબુસર