અંકલેશ્વર GIDC માં આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ -૨ કંપનીના પ્રોડકશન કેમિસ્ટ દ્વારા જ ઝાઇલીન મટીરીયલના રૂપિયા ૧ લાખની કિંમતના ૫ થી ૬ ડ્રમ સગેવગે કર્યાની ફરીયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

અંકલશ્વર GIDC માં આવેલ પ્લોટ નંબર .6714 / 2,6715 ઉપર આવેલ શ્રી ગણેશ રેમીડીસ યુનિટ – ર માં તા .૧૬ / ૦૩ / ૨૦૨૨ ના કલાક ૧૫/૦૦ થી ૨૩/૦૦ વાગ્યા દરમ્યાન ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ જેની આશરે કિંમત ૧,૦૦,૦૦૦ / – ની ચોરી કંપનીમાં જ નોકરી કરતા પ્રોડકશન કેમિસ્ટ કલપેશ દોગા રહે, અંકલેશ્વરનાએ કંપનીની જાણ બહાર કંપનીના કંપનીના ઝાઇલીન મટીરીયલના પાંચ થી છ જેટલા ડ્રમ ચોરી કર્યાનું સીસીટીવી ચેક કરતા બહાર આવ્યું હતું. જેથી કંપનીના સાઇટ હેડ નીખીલ ગોવીંદભાઇ ચભાળીયા રહે કાસ્ટલ લીવીંગ એપાર્ટમેન્ટ, જલધારા ચોકડી અંકલેશ્વરનાએ આ અંગેની જાણ કંપનીના ડાયરેક્ટર ચંદુભાઇ કોઠીયાને કરવા સાથે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી આરંભી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here