
ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ એ ડિવિઝન પોલીસે કર્યો છે.એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ૧૧ અરજી આવી હતી જેમાં જણાવ્યા અનુસાર ભરૂચના દહેજ બાયપાસ રોડ ઉપર રંગ પ્લેટીનમ કોમ્પ્લેક્ષમાં હની સ્પાના ઓથા હેઠળ કૂટણખાનું ચાલી રહ્યું છે.
જે અરજીઓને લઇ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.વી.શિયાળિયા સહીત સ્ટાફ દ્વારા એક ખાનગી વ્યક્તિને બોલાવી ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાયો હતો.સ્પામાં ખરેખર દેહ વ્યાપાર ચાલતો હોવાનું જણાઇ આવતા પોલીસે રેડ કરી હતી. દેહ વ્યાપરના ધંધા સાથે સંકળાયેલ ૩ યુવતિઓ તથા દેહ વ્યાપારનો ધંધો ચલાવતા અલ્તાફ હમીદખાન અલીને ઝડપી પાડ્યો હતો.જેના પાસેથી રોકડા ૮૫૭૦ અને મોબાઈલ મળી ૧૩ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્પાના માલિક નવજીવન સોસાયટીમાં રહેતો ઈશીપ્ત અરુણ પટેલ સામે એ ડિવિઝન પોલીસ મથકે ઇમોરલ ટ્રાફિકીંગ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.