ભરૂચમાં પ્રેમિકાનું બીજે સગપણ કરાવનાર પ્રેમિકાની માસીને પ્રેમીએ ઝેર પીવડાવી મારી નાખવાનો પ્રયાસ કરતા ઇજાગ્રસ્ત માસીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. તો બીજી તરફ, પોલીસે આરોપી પ્રેમીને ઝડપી પાડવા માટે કવાયત હાથ ધરી છે.
ભરૂચના એ’ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં રહેતા 40 વર્ષીય સોનલ સોલંકીના બેનની દીકરીના પ્રેમમાં ફરહાન નામનો એક યુવાન પડ્યો હતો. જેની જાણ થતાં તેઓએ બહેનની દીકરીની બીજે સગાઈ કરાવી હતી. જેનાથી નારાજ થઈ ફરહાને બી.ટી.એમ. મિલ પાસેથી જ્યારે સોનલ સોલંકી એકલા પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક મિત્ર સાથે ધસી આવી ફરહાને તેના મિત્રની મદદથી સોનલ સોલંકીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી દઈ જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી.
જેના પગલે સોનલ સોલંકીને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ, એ’ ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે આરોપી ફરહાનને વહેલી તકે ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here