અંકલેશ્વરમાં વાલિયા ચોકડી પર આવેલ શેખ પેટ્રોલિયમ પંપ ખાતે પેટ્રોલ પુરાવા આવેલો શખ્સ બાઇકની ટાંકી ફૂલ કરાવી ફરાર થવાની ઘટના બની હતી.
જ્યાં મોંઘીદાટ બાઈક લઇ આવેલ હેલ્મેટ ધરી ઈસમ બાઈક માં પેટ્રોલ ફૂલ કરાવ્યું હતું. અંદાજે 1000 રૂપિયા ઉપરાંત નું પેટ્રોલ નંખાવ્યા બાદ પેટ્રોલ ના રૂપિયા આપવાના બદલે આ ઈસમે ગાડી સાઈડ પર લેવાના બહાને બાઈક પુરપાટ દોડાવી ભાગતા પેટ્રોલ પંપ કર્મચારી પણ રૂપિયા લેવા માટે તેની પાછળ દોટ મૂકી હતી. જો કે બાઈક ચાલક પુરપાટ બાઈક લઇ ફરાર થઇ ગયો હતો.
આ સમગ્ર ઘટના સમગ્ર ઘટના પેટ્રોલ પંપના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી. આ પેટ્રોલ ચોરી ની ઘટના નો સીસીટીવી પણ વાયરલ થયો હતો. ત્યારે નવાબી શોખ ધરાવતા ઈસમો દ્વારા મોંઘીદાટ બાઈક ખરીદ કર્યા બાદ તેમાં પેટ્રોલ પણ ના પુરાવી શકે અને પેટ્રોલ પુરાવાના બહાને ચોરી કરી ભાગી જતા આ ચીંધી ચોરીની ઘટના એ રમૂજ જરૂર ફેલાવ્યું હતું.