પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બી.ભરૂચના માર્ગદર્શન હેઠળ સુચનાઓ અન્વયે પ્રોહી/જુગારના કેશો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન પો.સ.ઇ. એમ.એમ.રાઠોડ ની ટીમ ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી મળેલ કે ઝોક્લા ગામનો સુરેશ રામુ વસાવા તેની પાસેની બ્લેક કલરની રૅનોલ્ટ ટ્રાઇબર ગાડી નંબર- GJ-05-RP-5318માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેત્રંગથી વાલીયા તરફ આવનાર છે.
જે બાતમી આધારે નેત્રંગ ચોકડી ખાતે વોચમાં હતા ત્યારે બાતમી વાળી ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા ડ્રાઇવરે ત્યાંથી ગાડી ભગાવતા તેનો પીછો કરી માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક તેને રોકી લઇ ગાડીમાંથી પ્રતિબંધિત વિદેશી દારૂની બોટલ નંગ- ૧૨૦૦ કિંમત રૂ. ૧,ર૦,૦૦૦/-ના મુદામાલ સાથે એક આરોપી સુરેશભાઇ રામુભાઇ વસાવા ઉ.વ. ૪ર રહે, ઝોક્લા ગામ ઝરા ફળીયું તા-વાલીયા જી-ભરૂચને પકડી પાડ્યો હતો, જયારે આ ગુનામાં પોલીસે માલ આપનાર ઇસમ હર્ષદભાઇ મદનભાઇ ચૌધરી રહે, અંબે ગ્રીન સોસાયટી ગોટપાડા એસ.બી.આઇ. બેન્કની પાછળ તા.સાગબારા જી-નર્મદાને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબીશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી ઝઘડીયા જી.આઇ.ડી.સી. પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો હતો સાથે આ ગુનાની જાણ ડેડીયાપાડા પોલીસ મથકે પણ કરવા સાથે ગાડી તેમજ વિદેશી દારૂ સાથે કુલ રૂ.૬,ર૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.