The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો

દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો

0
દક્ષિણ ગુજરાતની પોલીસને દોડતી રાખનાર કુખ્યાત બુટલેગર અશોક મારવાડી ઝડપાયો

કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે.કુખ્યાત બુટલેગર અશૉક ઉર્ફે મારવાડી કેશરીમલ માલીની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ બુટલેગર દક્ષિણ ગુજરાતની પોલીસને દારૂના વેપલાથી દોડતી રાખે છે. ઝડપાયેલા આરોપી 6 ગુનાઓમાં વોન્ટેડ જયારે 26 ગુનાઓમાં આરોપી છે.

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ દ્વારા LCB ની ટીમને ભરૂચ જીલ્લામાં ભૂતકાળના સમયમાં પ્રોહિબિશનનો મોટી માત્રામાં જથ્થો પકડાયેલ હોય તેવા ગુનાઓમાં મુખ્ય સુત્રધાર આરોપીઓ વોન્ટેડ હોય તે આરોપીઓને સ્તવરે ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ બનાવી  સઘન પ્રયત્નો હાથ ઘરવામાં આવ્યા હતા.LCB  પોલીસ સબ ઇન્સપેક્ટર પી એમ વાળા નાઓની ટીમને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભરૂચ , નર્મદા અને સુરત ગ્રામ્ય જીલ્લાના દારૂની બદીના ગુનાઓમાં વોન્ટેડ આરોપી અશોક મારવાડી રહેવાસી – માંગરોળ(સુરત) મોસાલી ચોકડી નજીક XUV 300 કર્મ ફરી રહ્યો છે.  બાતમીના આધારે માંગરોળ નજીક મોસાલી ચોકડી ખાતે વોચમાં રહી પોલીસે કુખ્યાત આરોપી અશોક મારવાડીને XUV300 કાર સાથે ઝડપી પાડી તેને ભરૂચ ખાતે લાવવામાં આવ્યો છે.

અશોક મારવાડીએ ત્રણ જિલ્લામાં કુલ 7 ગુનાની કબુલાત કરી છે. આ આરોપી 9વર્ષથી દારૂની બદી  ફેલાવી રહ્યો છે. આરોપીને ત્રણ વખત પાસા(PASA) થયેલ છે અને તે મહેસાણ જેલ તેમજ વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા કાપી આવેલ છે હાલ સુધીની તપાસમાં આ બુટલેગરનું કાર્યક્ષેત્ર ભરૂચ સુરત ગ્રામ્ય નર્મદા, વલસાડનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!