ગત તા.૧૭/૨/૨૩ના રોજ અંકલેશ્વર શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આવેલ ટાંકી ફળીયામાં આવેલ એક મકાનની બાજુમાં આવેલ બંધ ઓરડાના લોખંડના દરવાજાની ગ્રીલ કાપી,તાળુ તોડી બકરા ચોરી ગેંગ દ્વારા ઓરડામાં રહેલ નાના-મોટા બકરાઓની ચોરી થયાની એક ફરીયાદ અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવા પામી હતી.
જે અન્વયે પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી સર્વેન્સ અને સી.સી.ટીવીના આધારે તપાસ હાથ ધરતા ગુનામાં વપાયેલ ગ્રે કલરની બ્રિઝા કાર અમદાવાદ ખાતે વટવામાં રહેતા પપ્પુ ગુલાબા ચુનારાની હોવાનું બહાર આવતા સ્થાનીક પોલીસની મદદ વડે ગાડી માલીક પપ્પુ ગુલાબ ચુનારા તથા દિપક નામના અન્ય આરોપીની અટકાયત કરી ગુનામાં વપરાયેલ ગાડી સાથે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે લાવી પુછપરછ હાથ ધરી હતી. આ પુછપરછ દરમ્યાન અટક કરાયેલ ગાડી માલીક સહિતના આરોપીઓએ બકરા ચોરીના ગુનાની કબુલાત કરી હતી.
જેથી પોલીસે ગાડી માલીક પપ્પુ ગુલાબ ચુનારા ઉ.વર્ષ ૨૩, રહે.૩૦૭, ગણેશપાર્ક સોસાયટી,બચુભાઇના કુવા આસે વટવા,અમદાવાદ અને દિપક રાજકુમાર પટેલ ઉ.વર્ષ ૧૯, રહે.૩૫ ગણેશપાર્ક સોસાયટી,બચુભાઇના કુવા આસે વટવા,અમદાવાદની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ગુનાના અન્ય એક આરોપી ઇમરાન ઉર્ફે કાબરો રહે. મલાવ તળાવ પાસે,ધોળકા,જી. અમદાવાને વોન્ટેડ જાહેર કરી તેની શોધ આરંભી છે.