નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા ગામમાં રહેતા જશોદાબેન રમેશ વસાવા પોતાના પતિ 56 વર્ષીય રમેશ કાંતિભાઈ વસાવા સાથે ગામમાં આવેલ પોતાના ખેતરે ગયા હતા.દરમિયાન જશોદાબેન વસાવા કાકા સસરા દિયરના પુત્ર હરેશ કેસર વસાવાએ કાકા રમેશ વસાવા સાથે ઘર આગળની ખુલ્લી જગ્યા રસ્તા માટે કેમ માંગો છો તેમ કહી ઝઘડો કર્યો હતો.
આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા હરેશ વસાવાએ રમેશભાઈને છાતીના ભાગે જોર જોરથી મુક્કા મારી લાકડીના સપાટા અને ગુપ્ત ભાગે લાતો મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્તને તાત્કાલિક 108 સેવાની મદદ વડે નેત્રંગના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રમેશ વસાવાનું કરૂણ મોત નીપજ્યું હતું બનાવ અંગે નેત્રંગ પોલીસ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.